.દરેક વ્યક્તિને સફળ થવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ સફળ થવા ની ઈચ્છા ધરાવે છે. પરંતુ દરેક વ્યકિતને સફળ થઈ શકતા નથી. એનું એક જ કારણ છે કે, વ્યક્તિ પોતાની ક્ષમતા ને અધોમુલ્યાંકન કરે છે. જેનું મૂળભૂત કારણ છે કે, વ્યક્તિને પોતાની ક્ષમતા ઓળખવા ની પદ્ધતિથી વાકેફ નથી. આ પુસ્તકમાં, ખૂબ જ સચોટ રીતે, તમારી ક્ષમતા ને ઓળખી, એની સંપૂર્ણ આકરણી કરી હકારાત્મક વિચારો લાવી, સતત પ્રયત્નશીલ રહેવા માટે ખુબજ સરળ પગલાં બતાવવામાં આવ્યા છે.
. પુસ્તકમાં આપેલ દરેક exercise, પ્રકરણ વાંચ્યા બાદ તુરંત જ કરવી આવશ્યક છે. અને દર છ મહિને, એમાં જરૂરી સુધારા કરવા ખૂબ જ આવશ્યક છે. દરેક પ્રકરણ વાંચ્યા બાદ, તમે તમારા જીવનમાં શ પગલાં ભરશો, તે લખો. અને નિયમિત, અમલીકરણ કરો.
આ પુસ્તક ‘આબાલવૃદ્ધ’ દરેક માટે છે. એટલે તમે વિદ્યાર્થી હોવા કે નોકરી કરનાર અથવા વ્યવસાય કરનાર કે નિવૃત્ત હો, દરેક વ્યક્તિ માટે અગત્યનું પુસ્તક છે, જેઓ ને ટૂંકમાં જરૂરી જ્ઞાન લઇ, કાર્ય શરૂ કરી, સફળતા ના માર્ગ ઉપર આગેકૂચ કરવી છે