મોટેભાગે લોકો જીવનમાં કયા ક્ષેત્રમાં આગળ વધે ? તે નિર્ણય લેવામાં ખૂબ જ અસમંજસ અનુભવતા હોય છે, જીવનના આ અતિ મહત્ત્વના નિર્ણયમાં તમને સરળતા અને ચોકસાઈ મળી રહે તે માટે આ કોર્સને ડિઝાઇન કરવામાં આવેલ છે.
હું દરેક શીખનાર વ્યક્તિ ને એટલું જ કહેવા માગીશ, કે આ કોર્સની શરૂઆતથી લઈ અંત સુધી આપ સાતત્યતા સાથે કોર્સને પૂરો કરજો ,અને આ કોર્સમાં મારા દ્વારા અપાયેલ દરેક માર્ગદર્શનને ખૂબ જ હૃદય પૂર્વક અનુસરીને પૂર્ણ કરજો... હું આપને વિશ્વાસ સાથે કહેવા માગીશ કે આ કોર્સ તમારા જીવનને બદલી નાખશે... એક લક્ષ્ય સાથેનું જીવન આપશે.... અને એ લક્ષ્યને પામવા માટેની ઉર્જા પણ...બસ તો જલ્દીથી આ કોર્સને પૂર્ણ કરી તમારા જીવનને ખુબ સફળ અને સુખી સંપન્ન કરવા તરફ આગળ વધો તેવી શુભેચ્છાઓ...
ઘણી વખત વ્યક્તિમાં ઇશ્વરની આપેલી એક અદભુત આવડત હોય છે ,એક કળા હોય છે, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય સમયે યોગ્ય દિશામાં ન થતા લગભગ નિષ્ફળ જાય છે... વિશ્વના કોઇપણ વ્યક્તિની નિષ્ફળતાનું કારણ તેની અણઆવડત નથી હોતી, પરંતુ એક અસરકારક અને સ્પષ્ટ નિર્ણયનો અભાવ હોય છે, તે નિર્ણય ન લેવાથી ભવિષ્યની દિશા અને પરિણામ બદલાઈ શકે છે....... મારો આ કોર્સ આપને યોગ્ય સમયે યોગ્ય દિશામાં યોગ્ય પગલાં લેવા માટે પ્રેરણા આપશે.... આ લાગણી સાથે આપ સૌ કોઈ આ કોર્સ ના માધ્યમથી ખૂબ સફળ થાઓ તેવી શુભેચ્છાઓ....
લોકો તેવું માને છે કે અસફળતા નું મુખ્ય કારણ જીવનમાં તક ન મળવાના કારણે અસફળતા મળે છે, પરંતુ હકીકતે કોઈપણ વ્યક્તિના બાળપણમાં થયેલ તેના ઉછેરનાં કારણે તેના જીવનન...